Sunday, 26 March 2017

ગઝલ

પવન ફૂંકાય છે ભીતર*
કશું સર્જાય છે ભીતર*

નયનનાં દ્વાર ઠેંકીને
નજારા જાય છે ભીતર

ક્ષણોની વાત જાવા દ્યો
યુગો પડઘાય છે ભીતર

અમૂલી  છે  ધરોહર  જે
સદા સચવાય છે ભીતર

દબાણો બાહ્યના ઝીલી
કશુંક રૂંધાય છે ભીતર

અબોલા જીવ-શુ ત્યારે 
બહુ કણસાય છે ભીતર

તમસ તો બાહ્ય પડછાયો
ચમકચમ થાય છે ભીતર

-શબનમ

No comments:

Post a Comment