કીડીનાં આતર નિભાવ્યા
એમ સચરાચર નિભાવ્યા
મારી તો શું વાત કરવી
મારાથી બદતર નિભાવ્યા
પેઢી દર પેઢીથી અહિયા
એમણે નશ્વર નિભાવ્યા
માન્ય રાખ્યા પાઠ- ભેદો
ભાષ્ય ભાષાંતર નિભાવ્યા
વાતમાં કૈં તથ્ય નહોતુ
ક્યાંક વિષયાંતર નિભાવ્યા
સર્વ સાધનરત હતા પણ
એમણે તત્પર નિભાવ્યા
- વિહંગ વ્યાસ
No comments:
Post a Comment