Sunday, 26 March 2017

છંદ

*|| જોગીદાસ ખુમાણ મહાકાવ્ય ||*

*સર્ગ:- 1 ઊદયના અંશો*

*છંદ વસંતતિલકા (વિશ્ર્વાંભરી સ્તુતિ ઢાળ)*

રાત્રી તણો પ્રથમ પો'ર બધે ગવાયો
ભા જાંબલી નભપરે સઘળે છવાયો
પંખી બધા લગભગે પરતે ફરી ગ્યા
બિંદૂ સમા રત પ્રભાકર છે ઠરી ગ્યા

*છંદ દોહરા*

સઘળો કાવ્ય સ્તંભ જે, લખવો જે લાયક
એ ફરતોતો અરણ્યે, નૃપ કથા નાયક

*છંદ રોળા*
ગહની ધારા ગીર, વીર કો અંદર ફરતો
અરણે ભેગે એમ, જેમ હરણો કો ચરતો
આસપાસમાં નો'ય, કોય દીસતું ન દૂરે
જંગલ સઘળું જોય, સોય સામું તે ઘૂરે

*છંદ સપાખરુ*
કેડે કુંડલી ઝૂલતી કેવી આંબે અણયાળી કેરી
પાંહળી સાંઢીયા કેરી ચીરતી પવન્ન
ચોથ રાં ચાંદલા સમી ચળકે ચાંદની મ્યાને
ધરા પરે પડી ગરે ધરા કું ધવન્ન

- *કવિ ધાર્મિકભા ગઢવી કૃત*
*માહિતી :- કિશોર ભાઈ પટગીર*
9712422105

No comments:

Post a Comment