Sunday, 26 March 2017

ગઝલ

તરહી પરથી......

રાત દિન બસ યાદ કરતો થઇ ગયો,
આ સજડ પણ આજ ફરતો થઇ ગયો.

ક્યાંય ના અણસાર જોયો પ્રેમનો,
તે છતાં પાછળ ભટકતો થઇ ગયો.

ઠંડુ છે દિલનું  મહેખાનું છતાં,
પ્રેમ અંગારો સળગતો થઇ ગયો.

બંદગી થઇ છે ખુદાની તેના પર,
આજ રસ્તો રાહ જોતો થઇ ગયો.

ચાંદ વદનો તે,અમાસી રાત હું,
પૂનમે સંગાથ મળતો થઇ ગયો.

આગ લાગી છે હૃદયના આસને,
પ્રેમ જળ નો ત્યાં લસરકો થઇ ગયો.

જ્યાં ટશર ફૂટી પ્રણયની કાળજે,
દિલ માં પણ ફૂલોનો બગીચો થઇ ગયો.

છે હતાશાની લગન લાગી મને,
એક વિચારે હુ બેઠો થઇ ગયો.

છંદ બેસાડતા બેસાડતા,
આ ગઝલનો શેર બનતો થઇ ગયો.

જ્યારથી સમજાયુ મૃત્યું ને જીવન,
દુઃખ છોડી પ્રેમ કરતો થઇ ગયો.
-સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment