Sunday, 26 March 2017

ગીત

*|| પરદેશી બેટડો ||*
*ઢાળ- કચ્છમાં અંજાર મોટા શે'ર*

*ગીત*

પાછા બીજા રે આવે બેટડા હો હોજીરે..
આવા નો'તારે એના આતમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

કાયા ઢાંકીને રાખે કેડિયે હો હોજીરે..
વહરા લૂગડા ને ટૂંકા વેશમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

માથે પેરે મજાની પાઘડી હો હોજીરે..
કેવા રંગો પૂરેલા કેશમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

કડલાં પેરે છેે કાંડા માંય રે હો હોજીરે..
ઘડિયાળું મોંઘેરી હાથમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

કેડે બાંધે છે કેવી ભેટને હો હોજીરે..
પેટે પટ્ટાને હવે વિંટમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

સામે એકદોય વ્હાલે ભેટતા હોજીરે..
ના'વે કૌં કામ આજે બાથમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

ઘુઘા ને કાનિયા ગ્યા દેશકાં હોજીરે..
ફર્યા પણ અદકેરા નામમાં..ખમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

પાછા જોતા રે મારે પોતકાં હોજીરે..
પરદેશે જાતને તે કીં જમાં..કમાં
જાશો પરદેસ નાહીં પેટડા હોજીરે..

-કવિ ધાર્મિકભા ગઢવી
9712422105

No comments:

Post a Comment