🌹🌹એક.... અલ્લડ છોકરીનું ગીત....🌹 🌹
પ્રેમ પણ કેવો સાચુકલો કરી ગઈ છોકરી ;
હતી ફૂલને પતંગિયાથી ડરી ગઈ છોકરી
જળના ડુંગરો તો એ રોજ –રોજ ખૂંદતી
આંખના કો’ છાના ખૂણે ઉતરી ગઈ છોકરી
હથેળીમાં સ્પર્શના ટહુકાઓ ઉછેરીને પછી
જીંદગી આખી કલરવથી ભરી ગઈ છોકરી
મહેંકની મૌસમ સાવ વાંઝણી ના રહે એટલે
સવારે ખીલીને સાંજે પછી ખરી ગઈ છોકરી
સપનાની ચિતા પર પા-પા પગલી ભરીને
કોણ જાણે ક્યારે ખુદ ઠરી ગઈ છોકરી
બુંદે-બુંદમાં ભીની છાલકો મારીને નિશેષ
છોકરાની છાતીએ ચોમાસું કોતરી ગઈ છોકરી
શૈલેશ પંડ્યા
No comments:
Post a Comment