Sunday, 26 March 2017

અછાંદસ

અરે તું સાગર નથી...
તું જ્યારે મારા ગુસ્સે થઈ હતી અને
એ પણ રડતા રડાતા ...
બસ
તારા ગુસ્સાની ગરમીથી
બાસ્પીભવન
થયેલા તારા આંસુ ના
વાદળ બની વરસયા હશે
એનો આ સાગર રચાયો હશ
કદાચ એટલે એ ખારો છે........

તારી હોઠની બરાબરની ઉપર
અરે હજુ થોડુ ઉપર...હા! એ જ
એ કાળો તલ જાણે બ્લેક હોલ છે
જેમાં હો ખેચાઈને
અલગ જ વિશ્વમાં પોહચી જાઉં છું..
ત્યાં સમય જીવન અને
હું બધા અટકી જયે છીયે....

તું સાગર નથી સાગર
તારો એક ભાગ
તું બ્રંમાડ છે મારું .....

પાગલ કોઈન્તિયાલ્વિ

No comments:

Post a Comment