Sunday, 26 March 2017

ગીત

*તને ના સમજાય !....*

હું આવું ને તું વયો જાય
કેવી મારી મનોદસા થાય
એ ના તને સમજાય!.....
વાત કરવાં અધીરી હોઉં
તને જોવા તડપતી હોઉં
મારાં હૃદયની હાલત
તને ના સમજાય!......
ભીતર ભીતર ઝંખું તને,
તસવીર તારી ચૂમું ખૂણે,
મારી લાગણીઓને
પાળ બાંધી રોકું કમને,
તને ના સમજાય!......
ના વાયદા,ના વચન પણ અપાય,
તારાં મારા ખબર ના અપાય,
ઝૂરી ઝૂરી હવે તો મરાય,
તને ના સમજાય!......
દર્દને મેળે ના નંખાય!?
ભાર હૃદય મહી વધતો જાય,
તને ના સમજાય!......
યાદોનાં ઘોડાપૂર,
અસ્પર્શયાની એ વેદના,
આંખે દરિયો બેસી જાય,
તને ના સમજાય!......
બસ,તારી યાદોને વળગી,
દિવસ રાત મપાય,
તને ના સમજાય!.....

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment