Sunday, 19 March 2017

ગઝલ

વણવિચાર્યે લખ્યા લલાટે વિધાતાએ મારે લેખ
લખીદેત તને તો એના હાથમાં કોન મારે મેખ?

રસબોળ કરી આ જિંદગી તારા રંગમાં
પછી સૌ ની વચ્ચે મુક્યો વગર પેર્યે ભેખ

રઝળાવે છે હવે દિનરાત ભ્રમણાના વનમાં
ઝુરતો રાખી ને તારા વિયોગમાં કહે જમાનો દેખ

રંગીનીયા લખી બધી ને આપ્યો આ અવતાર
બસ પામવાની તને હથેળીમાં દેતાં ભુલ્યો રેખ

ભગવા ને ભૂંડા લગવતા "સતીષ" જોયા અમે
પછી વગર ભગવે,પહેર્યો અમે તારા નામનો ભેખ

                                     - સતીષ સખીયા

No comments:

Post a Comment