કોઈ અગમનો સ્વાદ ચાખ્યો તેં
તેથી અક્ષરમાં હાથ નાખ્યો તેં
શબ્દો તણો સામાન રાખ્યો તે
સ્વનો ડગરમા સાથ રાખ્યો તે
સૌ કોઈ આવીને વસે કવિતામાં
જો ઉઘડતો દ્વાર રાખ્યો તે
સંવેદનો સઘળાંય ઢોળી દીધાં
ને છલકતો જામ રાખ્યો તે
દોલત બધી દિલની ગુમાવીને
કરકસરમાં હાથ રાખ્યો તે
-"રોશન" કિરણ જોગીદાસ
No comments:
Post a Comment