વાદળ ચાંદાથી શરમાય તો!!
સપનુ અડધે થી ભાગી જાય તો!!
શું અભિપ્રાય તું આપે ઑ દોસ્ત,
મારા વીશે કયાક કઇક પુછાય તો!!
વિશ્વના તમામ આંસુ ભેગા કરી,
પછી દરિયાઑ સાથે તોલાય તો!!
હવા જેવી જ છે જીંદગી માન્યુ,
પણ આ હવા કોઈ દી ફંટાય તો!!
જરા મુજને અજવાળી લઉ હવે...
'દિપક'ની યાદમાં બળાય તો!!
- દિપક
No comments:
Post a Comment