રુક્મણી ના પ્રશ્નો.....???????
હે કનૈયા આપણા પ્રેમની આક્રૂૂતિ ત્રિકોણ માં કેમ બની.....??
હે કનૈયા તું મારી કુંડળી ના ખાના માં તો છે , પણ મારામાં કેમ નહી ...??
હે કનૈયા તું મારા સિંદુર માં તો છે ,પણ તેના રંગ માં કેમ નહીં.....??
હે કનૈયા તું આખીય દુનિયા માં છો , પણ તારા હૃદય માં હું કયાં ....??
હે કનૈયા તું હક્ક છે મારો , પણ કુદરત કેમ બીજાની ....??
હે કનૈયા તું વાંસળી વગાડે છે ,પણ તેના સુર કોઇ એક માટે જ કેમ ...??
હે કનૈયા તું આખીય દુનિયા નો , પણ વધે તો મારો એમ કેમ.....??
હે કનૈયા તું મારો પતિ છે , પણ પ્રેમી કેમ નહીં .......??
હે કનૈયા હું પટરાણી છું , પણ ક્રૃષણપ્રિયા કેમ નહીં ....???
- દવે બ્રિજાલી
No comments:
Post a Comment