Sunday, 19 March 2017

ગઝલ

આઝાદી પણ ઍક જાતની કેદ છે યાર,
મગજની ઉપર ચઢી ગયેલો મેદ છે યાર.

પ્રેમ અને પાગલપન વચ્ચે ભેદ છે યાર,
કોઈ નથી સમજી શકતું ઍ ખેદ છે યાર.

ઍની આંખોમાં ડુબીને જાણ્યુ ઍ,
ઍની આંખોમાં તો બધ્ધા વેદ છે યાર.

જીંદગી નામ છે ઍ કુંજાનૂં જાણી લે,
ચારે તરફ ઍમાં તો નકરા છેદ છે યાર.

આંસુ નથી 'દિપક' જે વહે છે નયન માંથી,
ઍ તો ફકત દિલનો પ્રસ્વેદ છે યાર.

- દિપક ઠાકર

No comments:

Post a Comment