##અંધારું##
ભરખતું એક એક
કરી બધું,
વિકરાળ મોં ફાડી
આગળ વધતું
ઘનઘોર કાળું કાળું
જાણે હો કોઈ પશું!
આંખ સામે નાચતું
ગામ, શેરી ,
આંગણું ભરખી જતું
રસ્તા ઉદાસ થૈ ટૂંટિયું
વળી લપાય છતાં
વિકરાળ મુખે થતા કોળિયા,
એના આગમનના તીણા તીણા
બ્યુગલ કાને વાગતા,
નયન સામે કાળો રંગ
હાહાકાર માચાવતો,
ઘેનના બાણોથી ઘાયલ
જગ આખું સૂરજની જેમ
નિદ્રાંની ક્ષિતિજે આથમતું,
બેશુદ્ધ કરી સૌને એ ચાલ્યું જતું
પણ કાલે એ પાછું .....
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment