Tuesday, 7 March 2017

ગઝલ

એય....
તારા દિલમાં છુપાવી લેને એમ
મોતી ને છીપ છુપાવે છે જેમ
                  
એય.....
તું મારી પર વરસી જાને એમ
અષાઢની હેલી વરસે જેમ
               
એય......
મને ગુંગળાવી દેને એમ
ભ્રમર ને ગુંગળાવે કમળ જેમ
               
એય....
તું ભીંજવી દેને મને એમ
પહેલો વરસાદ ભીંજવે જેમ

એય....
તડપે "સતીષ" તને મળવા એમ
સારસ તડપે સારસી વિના જેમ
                
                  - સતીષ સખીયા

No comments:

Post a Comment