માનવ જગતના ભાવને કળવા
જતન કરેં,
ટુંકા મળેલા આયખે વરવા કવન કરે.
ભીના વિચારે ચાલતી માનવ મતી મગર,
મળતી રહેલી આંખડી મીઠી ચુભન કરે.
એવી ચલાવી જાતને પગલાં ગણી ગણી,
માથે પડેલા ભારને જાણે વહન કરે.
આગળ થવાને ચાહતા સામાં પ્રવાહમાં,
પાછળ રહીને ખીચતી ધારા પતન કરે.
કોના ઇશારે ચાલવા આખર ફરજ પડી,
હૈયે સળગતી વેદના છોને જલન કરે.
મનની વધેલી આસની ધીમી ગતી છતાં,
સુખો બધાયે પામવા ચિંતન મનન કરે.
દુરી છતાંયે રાખતાં આદર હ્રદય તણો,
તેની નજરના ભાવને માસૂમ નમન કરે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment