Tuesday, 7 March 2017

ગઝલ

(ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા)

🌸હવે આપો🌸

પ્રેમરંગ છાટેલી બાંધણી હવે આપો,
બુંદમાં દરિયાની પૂરણી હવે આપો.

કાફિયાનો દિલમાંથી નીકળે ખજાનો જ્યાં,
શબ્દના રથીને ત્યાં લાગણી હવે આપો.

વાંસળીના સૂરો તો સાંભળીને થાકી છું,
મોરપીંછની હ્રદયે છાપણી હવે આપો.

એ લજામણી શાને સ્પર્શથી ના બિડાઈ?
આંગળી પર સંવેદન છાવણી હવે આપો.

આંખને પખાળીને આંસુ પાંપણે છુપ્યા,
પ્રેમ "હીર"ને પરખી નોંધણી હવે આપો.

હેતલ મકવાણા,"હીર",ભાવનગર

No comments:

Post a Comment