જોશમાને હોશમાં માળી , ફૂલો બેહોશ ક્યાં છે?
પાનખર તો કામ કરશે એનું, તો અફસોસ ક્યાં છે?.
પ્રેમથી માથા ઉતારેલાં હતાં આ પાળિયાએ,
શોધ નાં એની કરી ! તો હવે પ્રતિઘોષ ક્યાં છે ?.
તે યત્નો કર્યા મને હેરાન કરવાનાં ઘણાયે,
ને છતાં જો હું સુખી થઈ ફરું, તો મારો દોષ ક્યા છે ?
ક્ષણ પછી ને ક્ષણ પહેલાં શું થવાનું એ ખબર નહિ !,
એવું ભવિષ્ય ભાખવાનું કોઈનામાં જોશ ક્યાં છે!!,
ઘૂટવાં હું માંગુ જે સૌથી પહેલા શબ્દને ‘માં ‘ ,
ધૂટતા ચોધાર વરસી આંખ, જોયું રોષ ક્યાં છે !.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત:*
No comments:
Post a Comment