Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
એ પુરાણા ખત હવે જડતા નથી, ને અમે પણ પ્રેમમાં પડતા નથી.
એમની સાથે મહોબ્બત થઈ પછી, કોઈની સાથે અમે લડતા નથી.
આંસુઓ પણ આળસુના પીર છે, આંખમાંથી નીકળી દડતા નથી.
જાણીયે છીએ સિતારાનું નસીબ, એટલે નજરે અમે ચડતા નથી.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment