મને તારી ગઝલ બનાવી તો હું જીવી ગઈ
તારા સ્વરને મારા નામે કરાવી તો હું જીવી ગઈ
ખોબો ભરીએ એટલું રડી લીધું પળમાં હવે
આંસુને તારા નામે ખરાવી તો હું જીવી ગઈ.
યુગો વીતી જશે પણ ના ભુલાશે તું સનમ,
આજે મારી જાતને હરાવી ,તો હું જીવી ગઈ,
જો ડૂબી જશે મારી ભલે વિતાવેલી ક્ષણો
તને મારા ભીતરમાં સમાવી ,તો હું જીવી ગઈ,
મારા પાર્થિવ દેહમાં તારા શ્વાસ ફૂંકી જીવું છું
"યશવી" શબ્દોમાં તને સજાવી તો હું જીવી ગઈ..
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment