Tuesday, 21 March 2017

ગઝલ

આ મંદિર ને આ કાબાની પથારી ફેરવી નાંખી,
ઓ પથ્થર! તે તો શ્રદ્ધાની પથારી ફેરવી નાંખી.

હવે પ્રેમી ને પ્રેમિકાના નામોની છે કોતરણી;
પ્રણય તે તો આ કિલ્લાની પથારી ફેરવી નાંખી.

જણાશે જો હવે એનીય કિંમત ચાલનારાને,
કે હોળીએ તો રસ્તાની પથારી ફેરવી નાંખી.

ચડાવીને ઘણા મહોરા ફરે છે માનવી આજે,
ને એણે સાચા ચ્હેરાની પથારી ફેરવી નાંખી.

હતું એ,તો હતો કંઈ જોશ ને જુસ્સોય શોધ્યાનો,
ગુગલ મેપે તો નકશાની પથારી ફેરવી નાંખી.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment