Tuesday, 21 March 2017

ગઝલ

મારા રુધિરની હું હવે સ્યાહી બનાવી દઉં.
હૈયાના કાગળ પર નામ તારું જ લખાવી દઉં.

લકીર નથી તારા નામની હથેળી પર શું થયું,
નામ તારું લખવા, રેખાઓ જ મીટાવી દઉં.

કોલ આપ્યો તને, સાથ જીવવાનો હવે તો,
મૌતને પણ એકવાર હવે પાછું હટાવી દઉં.

જમાનો રોકી નહિં શકે મિલન હવે આપણું ,
સાચા પ્રેમની હવેતો તાકાત જતાવી દઉં

"કાજલ" પ્રેમમાં ફના થયા પ્રેમીઓ આજતક,
હવેતો સામે ચાલી સાથે જીવી બતાવી દઉં.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
21/03/17

No comments:

Post a Comment