🎭
મેં મારી ચક્લીને કહ્યું,
ચાલ ને ,
મોટા શહેરમાં જઇએ
તિયાં ઈંટેરીયરવાળો
પુંઠાનો તૈયાર માળો લઇએ...
મારી વહાલી બોલી, "ઊંહું,
નહીં નહીં
મને તો ગૂંથેલા લીપેલાં માળા
જ ગમે ...
આપણે કંઈ માણાહ થોડા છીએ
કે ફાસ્ટફુડ ખાઇ શકીએ
હાલ્ય ઝટ લઇ આવીયે
તું મગનો ને હું ચોખાનો દાણો
પકવીએ પ્રેમની અહીં ખીચડ઼ી ..
--મનીષ આચાર્ય
🎭
No comments:
Post a Comment