Tuesday, 21 March 2017

तरही गझल


કાગળે અડતાં જ ભટકો થઈ ગયો
શબ્દ  પણ કેવો પલીતો થઈ ગયો

લાગણીઓ સળવળી ગઇ લેશમાં
જેમ  જળ વચ્ચેય લીટો થઈ ગયો

જ્યારથી દુ:ખની પડી આદત મને
દર્દને સમજી દવા પીતો થઈ ગયો

કોણ છે આ મુજ મહીં જાગતુ સતત?
કેમ હું મુજથી જ બીતો થઈ ગયો?

વસ્ત્ર માફક હું ઉતારુ છુ જાતને
હું મને લટકાવા જ ખીંટો થઈ ગયો

ડર નથી રહ્યો હવે તેથી જ તો
જીવ "રોશન"નોય રીઢો થઈ ગયો
           "રોશન"કિરણ જોગીદાस

એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું, ને રસ્તો થઈ ગયો!

આંસુઓ ઝૂલ્યા'તા જ્યાં તોરણ બની,
એ જ ચ્હેરો આજ હસતો થઈ ગયો!

જો, સમય છિનવી જવા આવ્યો હતો;
પણ એ પળમાં હાથ ઘસતો થઈ ગયો!

ખૂબ હું ભટક્યો હતો, પણ આખરે-
એમના હૈયામાં વસતો થઈ ગયો!

એમણે પૂછ્યું, થયો આ પ્રેમ કાં?
મેં કહ્યું, એમ જ અમસ્તો થઈ ગયો!

: હિમલ પંડ્યા
૨૧-૦૩-૨૦૧૭
સાહિત્ય સંગમ ગૃપ - તરહી સર્જન

એકધારું જિંદગીને ચાહવું,
કંટકો વચ્ચે ઉગી દેખાડવું.

સાવ કોરી હોય છે આ જિંદગી,
કોરુ કટ જીવન ન મારે માણવું ?

વૈભવી દરબાર હસવાનો રહ્યો,
દર્દ ભૂલાવી હસાવી જાણવું,

તુજ મહીં તો રોશની દેખાય'તી,
તુજ વિના ના અંધકારો સાચવું!!.

ઈશ તારે આપવાનું છે સદા,
માંગુ ત્યારે આપ તો નહિ રાખવું.

*તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"*

એક માણસ સાવ ખોટો થઇ ગયો
સાપ ગ્યા ને ત્યાં લિસોટો થઇ ગયો.

જો બધા બેઠા તને પણ વેંચવા,
ઇશનાં નામે'ય  સોદો થઇ ગયો.

મન વિનાનું માળવે જાવું પડ્યું,
પ્રેમનો વેપાર મોટો થઇ ગયો.

એકલો ચાલ્યો હતો નિજ દ્વારથી,
એ પછી આખો કબીલો થઇ ગયો.

આજ એે મળતો નથી મધુવન મહીં,
ક્રૃષ્ણ નામે જે છબીલો થઇ ગયો.

એમની નફરત હતી મારા સુધી,
આજ દુશ્મન આ જમાનો થઇ ગયો.

આંખમાં અશ્રૃ બની જ્યાં તું વહ્યો,
પાંપણોને આજ જલસો થઇ ગયો.

ડૉ. અયના ત્રિવેદી
અયુ

હાથ કૂહાડી લઈ માણસ ઉભો,
પેટ ચકલીને જ ફડકો થૈ ગયો.

સુર્ય તો ડૂબી ગયો છે ગામમાં,
કોણ સળગી જાતે તડકો થઈ ગયો..

આંધળાઓના નગરમાં શુ રે' વુ,
આયનો ભાંગીને ભુક્કો થઇ ગયો...

બે' ક ફૂલોએ સુગંધ છે વેરી,
ત્યાં જ ફળિયે મારે ટ્હુંકો થઈ ગયો.

હોઠે અડક્યા હોઠ જ્યાં તારા ભલા
પાંપણો જુકી ને પડદો થઈ ગયો.

શૈલેષ પંડ્યા......

સાહિત્ય સંગમ ગ્રુપની તરહી રચના....

આજની તરહી પરથી......

*કાગળે અડતાં જ ભડકો થઇ ગયો,
શબ્દ પણ કેવો પલીતો થઇ ગયો.*

આગ લાગી છે હૃદયના આસને,
પ્રેમ જળનો ત્યાં લસરકો થઇ ગયો. 

જ્યાં ટશર ફૂટી પ્રણયની કાળજે,
દિલ પણ ફૂલોનો બગીચો થઇ ગયો.

છે હતાશાની લગન લાગી મને,
એક વિચારે હુ બેઠો થઇ ગયો.

છંદમાં બેસાડતા બેસાડતા,
આ ગઝલનો શેર બનતો થઇ ગયો.

જ્યારથી સમજાયુ મૃત્યું ને જીવન,
દુઃખ છોડી પ્રેમ કરતો થઇ ગયો.
-સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment