Tuesday, 21 March 2017

तरही

સાંઝી  आदम टंकारवीना शेअर परथी
---------------------------------------
कागले अडतां ज भडको थई गयो ।
शब्द  पण  केवो  पलीतो  थई गयो ।
  अदम टंकारवी

શબ્દ પણ કેવો પલીતો થૈ ગયો *
સાવ એ  લાવા સરીખો થૈ ગયો
હેમા ઠક્કર "મસ્ત "

હાથમાં આવી કલમ જાણે કહે
તૂં જ તો તારો અરીસો થૈ ગયો!
હેમા ઠક્કર "મસ્ત "

बिंब अथडाता रह्यां छे चोतरफ
आ अरीसो साव करचो थई गयो
-भरत भट्ट

આંખ જ્યાં મીંચાઇ એની બેઘડી ,
પ્રેમ પર જાણે કે પડદો થઇ  ગયો .
-દેવેન્દ્ર ધમલ

જો બધા બેઠા તને પણ વેંચવા,
ઇશનાં નામે'ય  સોદો થઇ ગયો.
-અયુ

मारा नामे हुं थयो क्यां पूर्ण पण
तारा नामे अडधोपडधो थई गयो
-भरत भट्ट

જીવતાના યાદ આવી એમની,
એ પછી સુવર્ણ ફોટો થઈ ગયો.
-હાર્દ

હું હતો ક્યાં કામનો તો એ કહે,
તું હવે સિક્કો જ ખોટો થઈ ગયો.
-હાર્દ

સાંભળી  લે   કાન  ખોલીને  હવે,
પ્રેમમાં તું સાવ કડકો  થઈ ગયો !
-'કાન્ત'

ઠોકરો ખાધી હતી,જે રાહમાં ,
એ પછી તો સાફ રસ્તો  થઇ  ગયો
-દેવેન્દ્ર  ધમલ

જિંદગીભર     રોકડાનાં     મોહમાં,
ગણતરીનો તું જ મણકો થઈ ગયો !
-'કાન્ત

શબ્દની છાંટે  ઉઝરડો થઇ ગયો
આ ગઝલનો એ લસરકો થઇ ગયો.
-તૃષા

શાપિતે અટકેલ ડૂમો શબ્દનો,
કૈક ગઝલોનો નતીજો થૈ ગયો.
** નિશિ **

માપવું ના કાપવું, બસ આપવું ,
પ્રેમનો સાચો શિરસ્તો  થઇ  ગયો .
-દેવેન્દ્ર ધમલ

આજ ઈચ્છા સૌની હું પુરી કરું,
ને સિતારા જેમ ખરતો થઇ ગયો.
-"મિત્ર"

શ્વાસ શાપિત, હાંફતા'તા  ભીતરે
સ્પર્શથી એ ઘા મલપતો થઇ ગયો
 -તૃષા

એકલો ચાલ્યો હતો નિજ દ્વારથી,
એ પછી આખો કબીલો થઇ ગયો.
-અયુ

કૂહાડી લઈ માણસ ઉભો,
પેટ ચકલીને જ ફડકો થૈ ગયો.
-શૈલેષ પંડ્યા

મૌનનાં પડઘા ભરે જો ખાલીપો
મોરલો ડાળે થનકતો થઈ ગયો
 -તૃષા

હોઠે અડક્યા હોઠ જ્યાં તારા ભલા
પાંપણો જુકી ને પડદો થઈ ગયો.
-શૈલેષ પંડ્યા

રોજ વર્તુળ દોરવાની ટેવમાં,
જાતથી સંબંધ છેટો થઈ ગયો.
-હીર

એમની ને એમની જો યાદમાં,
આજ હું તો સાવ સડતો થઇ ગયો
-----------------------------------------
કેટલી તાકાત છે આ ખાખીમાં,
આખ કાઢી ત્યાં જ હપ્તો થઈ ગયો.
 -"નિરાશ"

નાક નકશો ક્યાં તમારો યાદ છે,
તમને જોયા એક અરસો થઇ ગયો.
- "મિત્ર"

મોત પર મારા રડે છે લોક આ ,
એ જ તો આ પ્રેમ પરચો  થઇ  ગયો .
-દેવેન્દ્ર ધમલ

જ્યાં ટશર ફૂટી પ્રણયની કાળજે,
દિલ માં ફૂલોનો બગીચો થઇ ગયો.
-સંદિપ પટેલ"કસક"

એક ઢળતી સાંજમાં શોધું તને,
આંખનો ખૂણો બગીચો થૈ ગયો.
-નિશિ

સમજ નોતી દાખવી મેં સાનમાં,
સંગ તુજથી, આજ ઝઘડો થઇ ગયો.
-નટવર ટાંક

શેર ઉમદા એક મેં લખ્યો હતો,
ને વગર નામે એ ફરતો થઇ ગયો.
 "મિત્ર"

પાંદડા ખરતા જ તડકો થઈ ગયો,
વાયરો વાતો કહેતો થઈ ગયો!
-જાગૃતિ મારુ 

તું નથી-એની અસર છે આ બધી,
આયનો પથ્થરનો ટુકડો થઇ ગયો.
-હર્ષદ સોલંકી

હકીમો  સૌ  નકામા  છે,મરજ-,
આ મહોબ્બતનો હઠીલો થઇ.
 -સંદીપ મિર્ઝા

આંખમાં વસતો અને વરસે પછી,
તાપણાંમાં એ બદલતો થઈ ગયો.
 - ડૉ. ભાવેશ  જેતપરિયા

કેહવાતા સગપણો છે આજના !
બાપ ! હાથે ઝેર પીતો થઈ ગયો.
-જાગૃતિ મારુ

શ્વાસની પાસે રહી જપતો પછી,
ઘૂઘવેલો નાદ અજિતો થઈ ગયો.
 -ડૉ. ભાવેશ જેતપરિયા

No comments:

Post a Comment