Thursday, 23 March 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કાયા જાદરી ઢીલી

રણઝણ ઢીલા તાર પછી ખેંચાય
અને આ પડછાયો રેલાય,
હવે ના વાંક છે એનો.......

બૌ ભીંજાયું, બૌ ફેલાયું,બૌ વ્હેચાયું,બૌ વેરાયું,
બૌ પીવાયું,બૌ ટીંચાયું જીવતર આ જીવાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

દિવાલો દસદસ ઝીલે ન ભાર  બેવળ થઈ રહરહતી,
ગંગા-જમના રેલી-ફેલી, સૂકા કણકણમાં સમાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેંચાય....

રંગ સલૂણી સંધ્યા ઝગમગ ઝાકળ સપનું આકળ
વિકળ તટને બચકે બાંધી આંખે શઢ વસ્તર ફેંલાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

ખરખર શીશી ખરતી તોયે ડાળ પાનને મૂળ સાવ જ મૂંગા
ને આ પરપોટે ફૂટું ફૂટું લઈ અંધારું ફેલાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેચાય....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment