Tuesday, 21 March 2017

અછાંદસ

કવિતા દિવસની કાવ્ય

@##કવિતા##@

કાગળની ધરી પર નૃત્ય કરતી
સણગાર સજેલી
રૂપવાન નૃત્યાંગના,
વસંતના વાયરમાં મધમધતી
સુંવાસ ,
પ્યાસથી તડપતા મૃગને
મળેલું અમી જળ ,
પૂર્ણ ખીલેલી સુંદર કળી,
દિલની કુણી-કુણી લાગણી,
મીઠી માધુરી વાંસળી,
વિરહનું આસું,
ખુશીની પારસમણિ,
પ્રકૃતિની અદભૂત કૃતિ
મારી પ્રિયાની પ્રતિકૃતિ
કલમના મુખેથી સરતી ગીતા
કલ્પનાની કળી જેવી કવિતા.

-સંદીપ ભાટીયા "કવિ"

No comments:

Post a Comment