Tuesday, 7 March 2017

ગઝલ

*ક્યાં સુધી!*

કેલેન્ડર ના પાનાની જેમ
કયાં સુધી...
રોજ તૂટતી રહીશ હું!
વ્હાલમ તારી યાદમાં,
કયાં સુધી...
કાગળ પર મારી લાગણીઓને,
ચિતરતી રહીશ હું!
લાખો યુગોની યાદો સંઘરવા,
કયાં સુધી....
પસ્તીના ઢગલામાં પડી રહીશ હું!
આવે શીતળ શીતળ પવનને,
સંદેશ આપે તારા પ્રેમનો,
કયાં સુધી...
તારા સ્પર્શથી અળગી રહીશ હું!
સૂની રાતે,
સૂની સૂની ગલીઓમાં, 
કયાં સુધી....
ચંદ્ર ની ચાંદીમાં તને શોધતી રહીશ હું!
હૈયે હોઠે નામ રમતું તારું પ્યારુ,
કયાં સુધી....
મર્યાદા ઓ ને આધિન રહીશ હું!
આવ કાન્હા, આમ તો,
કાયાં સુધી....
આ શરીરમાં પ્રાણ બનીને રહીશ હું!
પછી આ શરીર પણ મને ત્યાગશે,
કયાં સુધી.....
આ ધરતી પર તારી રાહ જોઈશ હું!
થાય એવું,
વળગીને તને પૂછી લઉં!,
વાત તારા મનની જાણી લઉં!
કયાં સુધી....
મને તડપાવતો રહીશ તું!?

કાજલ કાંજિયા 'ફિઝા'
7/3/2017

No comments:

Post a Comment