Saturday, 25 March 2017

ગઝલ

,એક ગઝલ

નામ.  ----- આગમા'

ઘણુ બધુ વીસરાતુ ગયુ નફરતની આગમા',
કંઈક તો હતુ' આગવુ' ભુલાતુ ગયુ અભાનમા

ઘાસ લીલુ પણ ઘણુ સળગી ગયુ આગમા
અંહેસાશ થાયછે હવે નથી એ જયારે સાથમા

ફકત ઠુઠુ બની રહી ગયુ ઝાડ લીલા બાગમા.
કાળની થપાટો વેઢારવા ઉભુ છે એ તાપમા.

કલ્પીત અવગુણોએ દુર રાખ્યો મને ઘણો  અતીતમા,
કા'ટાઓ પણ હતા કેટલા લીલાછમ એના હાથમા.

સ્વભાવ કા'ટાનો ચીરે સઘળુ આવે જે નજીકમા
મજબુરી છે ફુલોની કે રહેવુ પડે સતત સાથમા

        દિલીપ ઠકકર
        

No comments:

Post a Comment