Tuesday, 7 March 2017

ગઝલ

સાત સમનંદર પાર કરીને મંજીલ સુધી પહોંચીને,                                            સાવ નજીક કિનારે આવી અટકી ગયેલો માણસ છું.

મારો હાથ ઝાલી સાચવીલે ક્યાંક પડી ન જાવ,                                                       હું અંદરથી  ખુદની જાત ભટકી ગયેલો માણસ છું.

આ ઝાડ ઉભેઉભુ સુકાય ગયું છે લ્યો,કારણ વગર,                        મજાક માં ખુદની ડાળીઓથી બટકી ગયેલો માણસ છું.

વિશ્વાસ કરું તો કરું તો કોના પાર ને કારણ છું બતાવો!દરેક માણસ પાસે ઠોકરો ખાય છટકી ગયેલો માણસ છું.

ખભે રામસાગર, મંજીરા લઇ ભટકી ક્યાંક અટકી,
ઈશ્વરના નામે ઝાલર થઇ લટકી ગયેલો માણસ છું.
મુકેશ કાનાણી ll નાકામ ll

No comments:

Post a Comment