Tuesday, 25 April 2017

ગીત

એકલતામાં રાત મારી કેવી કેવી નીકળે છે
જોતો ખરા પ્રભુ મારી કેવી કસોટી કરે છે

ઉદાસીતો માથે ચડી છે કવિતામાં એ બહાર નીકળે
હશે જો કોઈ એવા મારા વાત મારી સમજે છે
કેમ કહું હું મારા પ્રિય જનોને મારો હાલ કેવો છે
હવે મને અંજવાળામાં પણ અંધારા લાગે છે

કરજે કસોટી કેટકેટલી આ મરદનું એ કાળજું છે
કલમ મારી બોલો બેઠી બધા આ દર્દો મારા
પોતાની રીતથી જીવું છું,શીદને લોક કનડે છે
ઘણા મહાનુભાવોને હજી મેં દાઢમાં પણ રાખ્યા છે

એકલતા દૂર કરવા મરીઝને મેં સમજ્યા છે
છે ઘણા એવા દોસ્ત એને મેં તરછોડ્યા છે
એકલતામાં પણ રાત મારી કેવી કેવી નીકળે છે
જોતો ખરા પ્રભુ મારી કેવી કસોટી કરે છે...

દિપક સોલંકી *રહીશ*

*ગીત પ્રથમ પ્રયાસ*

No comments:

Post a Comment