*માણે જિંદગી*
સગપણો માં હૂંફ જે પામે એ જાણે જિંદગી, દુઃખ હજારો હોય તો પણ એજ માણેે જિંદગી.
આભ વરસ્યું એક ઝાકળ બુંદ થૈ અંધારમાં,
ફૂલને આ કોણ આપી ગ્યું અજાણે જિંદગી ?
જિંદગી જીવ્યા અને જીવી રહ્યાં હોવા છતાં,
કા'ન સમજ્યા! શું તમે જીવ્યા પરાણે જિંદગી???.
વેરભાવો પ્રેમથી ત્યાગી સદાયે તૃપ્ત થા,
ક્યાંક અકળાઈ ન જાયે ખેંચ-તાણે જિંદગી .
*તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"*
No comments:
Post a Comment