અમારા છાંયડે બેસી અમારા થડને કાપ્યાતા,
ભલું હો માનવી તારું, અમારા વનને કાપ્યાતા.
ફરક જાજો નથી પડતો જીવે તારા જ સ્વારથમાં,
ખરી મે'નતથી સીંચેલા વિહગના ઘરને કાપ્યાતા.
તડપતા હોય છે બાળક, બીજાના હોય તારે શું?
રમીને ખેલ માનવનો, પશુના ધડને કાપ્યાતા.
ધરા તરસી થઈને રોજ જુવે છે ગગન સામે,
ધરાની એ તરસને ઠારનારા જળને કાપ્યાતા.
સમય ફરતા ન લાગે વાર જોજે માનવી તારા,
બનાવા ઇટના માળા, ઘણા ઉપવનને કાપ્યાતા.
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment