Tuesday, 25 April 2017

ગઝલ

ઘાયલસાહેબ ની પંક્તિ પર થી તરહી રચના

મને ગમે છે

કાજળ ભર્યાં નયન નાં મારણ મને ગમે છે,
યાદો ભર્યાં નયન નાં તારણ મને ગમે છે.

રેલાય ચાંદની જો, મલકાય પાંદડી જો,
રૂપે મઢેલ નભ શી ચારણ મને ગમે છે.

સાકી ભરેલ પ્યાલી ને સાંજ આ મવાલી,
શમણાં મહીં જ રાચું, ઘારણ મને ગમે છે.

આ કાળઝાળ કામણ, પડકાર ઋત ફાગણ,
ઝાકળ સરે સુમન પર, ઠારણ મને ગમે છે.

ઊડે પતંગિયા જો, આવે ડગર પિયા તો,
મીઠું મધૂર દિલ પર ભારણ મને ગમે છે.

               ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment