Tuesday, 11 April 2017

ગઝલ

યાદો તારી ક્યાં કયાં ભટકે છે!,
આંસુ  થઈ આંખોમાં ખટકે છે.

મીચી  લીધી  આંખો તો ,અશ્રું..
દરિયા   પાસે  જઇને  અટકે છે.

પીવા જાઉં  પ્યાલા  ગમનાં તો,
પ્યાલા  એ   હાથેથી  છટકે  છે.

નાજુક  છું  હું  ફૂલો જેવી  પણ,
ડાળી  ભમરા  આવી બટકે   છે.

કુદરત  તારી  'ફિઝા'  જોઈને,
આંખોનું  મટકું કયાં મટકે  છે!.

કાજલ કાંજિયા 'ફિઝા'
10/4/2017

No comments:

Post a Comment