જિંદગીમાં દામની તો માંગ છે,
લાગણીની પાસ ક્યાં એ રાંગ છે.
આજ ખોવાયું હતું ઘર આંગણું,
જો હથેળીમાં ખરેલી ખાંગ છે.
દર્દ સાથે હૂંફ કણસે છે ઘણી,
પીઠમાં તેં ભેરવેલી સાંગ છે.
શું ખુદા પણ બેબસીમાં બેસતો,
ક્યાંક એણે સાંભળેલી બાંગ છે.
લે 'કજલ' ડૂબવાનું છે હવે,
નાવની આગળ નદીની ફાંગ છે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment