Tuesday, 4 April 2017

ગઝલ

ના મળી તો વાહ ખારી થઈ ગઈ
ને વિચારોમાં તબાહી થઈ ગઈ

વાદની આ બેડી મેં તોડી અને
લાભ સાથે વાહવાહી થઈ ગઈ

ઘાટ ઘડવા થૈ મથામણ નાદમાં
સૂર સાથે બાદશાહી થઈ ગઈ

રોજનીશી પ્રેમજળથી સીંચી ત્યાં
વેર ખાતે બાદબાકી થઈ ગઈ

છે ભલે પારસમણિ ના તું પરખ
પારખી તો પાયમાલી થઈ ગઈ

સરલા સુતરિયા

No comments:

Post a Comment