અભિનવ ગઝલ સ્પર્ધા-૩ની
પ્રથમ વિજેતા કૃતિ
હું સમયને કરગરી શકતો નથી !
પળ-પડળને ખોતરી શકતો નથી !
વાયરામાં જ્યોત શેં જલતી રહે !
હું ધ્વજાસમ ફરફરી શકતો નથી !
છું ઈનામી ચિત્રમાંનો મોગરો ;
ફક્ત ખીલી કે ખરી શકતો નથી !
કેટલી ડરપોક બાહોશી, જુઓ,
કે ખુદાથી પણ ડરી શકતો નથી !
ખૂન મારું, ધરપકડ મારી જ થઈ !
હું મને સાબિત કરી શકતો નથી !
કોઈ તો એકાદ ફેંકો કાંકરી !
શાંત જળમાં વિસ્તરી શકતો નથી !
શી મધુર પંક્તિ મળી છે પ્રાણની !
પાદપૂર્તિ પણ કરી શકતો નથી !
મદનકુમાર અંજારિયા "ખ્વાબ"
38બી, પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ-કચ્છ. 370001
+9199787 35736
અભિનવ ગઝલ સ્પર્ધા-3ની
દ્વિતીય વિજેતા કૃતિ
બસ, વિરહથી લાહ્ય બળતા શ્વાસ ધીમા છે હવે
બેઉં જણનાં લોહીનાંયે રંગ પીળા છે હવે.
એ કળાઓ ભૂંસવાની લૂપ્ત થાતી જાય છે,
માછલીનાં આંસુનાં પાણીમાં લીટા છે હવે.
કોણ આવ્યું સ્વપ્નની ગાયોને અહિયાં બાંધવા,
હાથમાં નહીં, પણ જુઓ આંખોમાં ખીલ્લા છે હવે.
ઝૂંટવી લીધી જમીનદારે બધી મારી જમીન,
પેટ નામે ભૂખ્યું ખેતર બે'ક વીઘા છે હવે.
આ જગતની નગ્નતાઓ જોઈ જોઇ થાકી જઇ,
સૌ અરીસાઓએ કપડાં પ્હેરી લીધા છે હવે.
પાર્થ પ્રજાપતિ
૧૫૯, સેક્ટર ૪, વિમલનાથ બસ સ્ટેન્ડની સામે,
નિર્ણય નગર, અમદાવાદ
+919173525574
અભિનવ ગઝલ સ્પર્ધા-3 ની
તૃતીય વિજેતા કૃતિ
તું મારામાં રહેતી થઇ ગઇ,
વાતો મારી વહેતી થઇ ગઇ.
આ નહિ પેલું જોઈએ છે,
ઈચ્છાઓ પણ કહેતી થઇ ગઇ.
દિલની હો કે મનની વાતો,
આંખો સઘળું સહેતી થઇ ગઇ.
યાદોની ઈમારત થઇ'તી,
સપનું તૂટ્યું રેતી થઇ ગઇ.
બે-ચાર વિચારો મેં વાવ્યાં,
ત્યાં તો એની ખેતી થઇ ગઇ.
કૌશલ સુથાર
સુથાર વાસ,મુ.પો.મુદરડા, તા.જોટાણા,
જિ.મહેસાણા પિન.384421
+919724202229
No comments:
Post a Comment