Monday, 17 April 2017

ગઝલ

~~~~ ગીત ~~~~
ગાગાગાગા ગાગાગાગા ગાગા

જોઉં ભીતર તો માણસના ભાળું !
પૂરો દીધો ઘરમાં દ્રારે માર્યું તાળું.

સાદ કરું છું. એ સૂણી સૂણીને,
ભીંતો બોલે છે. ધૂણી ધૂણીને.
જીવનથી એણે કર્યું મોં કાળું,
જોઉં ભીતર તો માણસના ભાળું.

અંદર શું ચાલે છે? એ ઉખાણું!
એ તું ના જાણે, એ હું ના જાણું.
એક શંકાનું બાઝેલું છે જાળું,
જોઉં ભીતર તો માણસના ભાળું.

વાસ થવાનો તારો જો તારામાં,
પ્રગટી જાશે સઘળું પળવારામાં.
હોય પછી શું? અંધારું અજવાળું,
જોઉં ભીતર તો માણસના ભાળું.
   ---નરેન્દ્ર મકવાણા "નફસ"

No comments:

Post a Comment