જો ધરમ તારો કેવો ભ્રષ્ટ થઇ ગયો ,
અર્થ પ્રેમનો કેવો સ્પષ્ટ થઇ ગયો !
સર્જન કરવાને નીકળ્યો હતો દુનિયામાં ;
હાલત શું થઇ તું કેવો નષ્ટ થઇ ગયો!
બહુ બધી ઇચ્છઓને સાચવી રાખી'તી ,
શ્વાસ સાથે જીવ ને હવે કષ્ટ થઇ ગયો!
બહુ ઉબડખાબડ જિંદગીને જોયા પછી,
લાશ થઇ એ કેવો સીધોસટ થઇ ગયો !
મરણમાં છે મજા કે આવશે જીવવામાં !
પ્રશ્ન આજે એક નવો વિકટ થઇ ગયો!
હિમાંશુ મેકવાન
ધાર્યા કરતાં ઘણી વિપરીત છે ;
પોતાનાથી જાત અપરિચિત છે!
જેને છુપાવી રાખ્યો મૌન રહી,
સબંધ એ આજે બહુ ચર્ચિત છે.
ગામ હવે તારાથી ઓળખે મને ;
ને તું સાચે જ આ વાતે વંચિત છે!
નિર્ણય તમારા બધા મંજૂર મને ;
જાત મારી તારી પાછળ અર્પિત છે .
અનોખા સબંધનો પુરાવો આપ્યો,
લાશને કફન જો કેવા પરિચીત છે !
હિમાંશુ મેકવાન
સપનાની લાંબી મજલ થઇ ગઈ છે ,
જિંદગી જીવતી ગઝલ થઇ ગઈ છે !
આયનામાં જોયા પછી એમ લાગ્યું ;
જીવતી જાતની એ નકલ થઇ ગઈ છે!
મારા મતે હવે જે બાકી જિંદગી છે;
એ શ્વાસની ફેરબદલ થઇ ગઈ છે.
મને પ્રેમમાં પડીને એવું લાગ્યું અલા-
જાણે ખોટી ગડમથલ થઇ ગઈ છે !
કફન હતું સાથે છેક છેલ્લે સુધી જો,
સંબંધોની ઓળખ અસલ થઇ ગઈ છે !
હિમાંશુ મેકવાન
૦૧.૦૪.૧૭
No comments:
Post a Comment