Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આમ તો હર એક ભીતર રામ છે, એજ ઈશ્વર કે ખુદા બસ નામ છે.
નૂર તારું ઝળહળે છે ચૌદિશે, એજ કાબા એજ કાશી ધામ છે.
ના બને કંઈ તું ફકત માનવ બને, તો પછી આનંદ ગામ ગામ છે.
તું લખાવે એજ તો ‘ચાતક’ લખે, આ ગઝલમાં ફક્ત મારું નામ છે.
- વિનોદ માણેક 'ચાતક'
No comments:
Post a Comment