*પ્રણયમાં જવાની નિચોવાઇ જાશે*,
ને અરમાન સઘળાંય ધોવાઇ જાશે.
કરી સહેજ ભીનો પરોવી જો દોરો,
હ્રદયનું આ નાકું પરોવાઇ જાશે.
કબૂલી જુઓ પાપ જેસલ બનીને,
અમસ્તું અમસ્તું જ રોવાઇ જાશે.
બધે આમ રેઢું જવા ના દો મનને,
એ નાદાન બાળક છે ખોવાઇ જાશે.
વલોણું વિચારોનું ફરતું જ રાખો
રે..ઘમ્મર ! રે..ઘમ્મર! વલોવાઇ જાશે.
કહો મોતને કે કરે મ્હેરબાની,
પ્રસંગો બધા આજ ઠોવાઇ જાશે.
ભરી જામ હોઠે લગાવું નહીં તો,
આ મયખાને 'માસ્તર' વગોવાઇ જાશે.
🖋કવિ-જુગલ દરજી
'માસ્તર'
*શ્રી અમૃત ઘાયલના મિસરા પરથી તરહી*
No comments:
Post a Comment