Wednesday, 5 April 2017

ગીત

વાટ બાકી છે હજુ આખી,ચરણ તારે ચાલવાનું છે.
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.

કાકરા કાંટા ભણી તારે તાકવાનું નથી,
ચાલતા માર્ગે કદી તારે થાકવાનું નથી,
સાથ તડકા છાયડા સાખી ચરણ તારે ચાલવાનું છે
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.

રાહમાં કોઇ તને સંગાથી મળે ના મળે,
કો પરિચિત પગલું આંખો તારી કળે ના કળે,
ચાલવાનું છે યુગો ભાખી, ચરણ તારે ચાલવાનું છે.
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.

પગલે પગલે તારે કેડી કંડારવાની છે,
સાથ શ્યામલ એક મૂરતને  ધારવાની છે
રોશની છો રાહે હો ઝાખી,ચરણ તારે ચાલવાનું છે,
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.
-લતા ભટ્ટ,('મારા પગલાં મારા ભણી'માંથી)

No comments:

Post a Comment