Wednesday, 5 April 2017

ગઝલ

જિંદગી તો આમ જીવી જાવ છું,
આસું થોડા આમ ગળી જાવ છું.

વાતોમાં નામ તારું આવ્યું ત્યારે,
પ્રીતને નિભાવા વળી જાવ છું.

નામ લઇ તારું રુશ્વા નહિં કરું,
ઇલ્જામ લઇ માથે ફરી જાવ છું.

યુગો વીત્યાંને વીતશે આમજ જ્યાં,
પ્રતિક્ષારત રહયો કહી જાવ છું.

કાજલ પ્રેમ દિવાની કહેવાઇ,
પ્રેમને ખાતર જ પોઢી જાવ છું.

કાજલ
કિરણ પિયુષ શાહ
04/04/17

No comments:

Post a Comment