શહેરનું ખૂટલપણું ના ગામડું લાગી શકે,
તો પછી ક્યાંથી બધું આ આપણું લાગી શકે!
ખૂબ મોટું છે જગત તું બહાર જઈને તાકને,
બારીમાંથી દ્રશ્ય આખું સાંકડું લાગી શકે.
દોસ્ત મારા આ બધું રિયાઝ નું પરિણામ છે,
સાવ નબળું તારું ઈંગ્લીશ ફાંકડું લાગી શકે.
ભીતરી સંવેદના સંબંધમાં તો મુખ્ય છે,
સ્નેહ વિના હૂંફ તારી તાપણું લાગી શકે.
સાવ આ વેરાન છે મારું હૃદય વગડા સમું,
તું જરા પગરવ કરે તો આંગણું લાગી શકે.
તું જ મારુ લાભ શુભ છે કંકુ લઈને આવને....
શક્ય છે સૂની દીવાલે બારણું લાગી શકે.
પીયૂષ ચાવડા
No comments:
Post a Comment