ગઝલ
વૈભવ ભલે ખુદા નસીબથી બાદ રહેવા દે
મળેલા દુ:ખો ને જીવનભર યાદ રહેવા દે
વહેંચે છે મુસ્કાન તું દરેક ચહેરા ને
તો તારી આંખ ના આંસુ ની ફરી રહેવા દે
ખપ સાચે જ હોય જો અહી આવીને લઈ જા
દુર ઉભા રહીને મને તુ સાદ રહેવા દે
પાડ માન એટલો કે દરિયો પાર થઈ ગયો
ગુમાવ્યા શ્વાસ એ વાતનો વિવાદ રહેવા દે
નશાની હાલત મા કદાચ હું દિલ ખોલી બેસુ
તારી રાત માટે સાકી જામ એકાદ રહેવા દે
હવે તો ગઝલ પ્રેમ તારો છે વફા મળશે
"ગોપાલ" તારી જાતને બરબાદ રહેવા દે
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment