Tuesday, 18 April 2017

ગઝલ

*જિંદગી*
નાહકની કરે છે દોડાદોડી,
મધદરિયો ને કાણી હોડી.

દિવસો કાળા રાતો ધોળી,
મધદરિયો ને કાણી હોડી.

વાત ઘણી ને રાત થોડી,
મધદરિયો ને કાણી હોડી.

સફેદ રંગથી પુર રંગોળી,
મધદરિયો ને કાણી હોડી.

ક્યાં છે શાંતી થાક્યો ખોળી,
મધદરિયો ને કાણી હોડી.

- દિપક ઠાકર

No comments:

Post a Comment