ગઝલ
મક્કમ હતો ક્યા એટલો કે આંસુ ગળી શકુ
પણ સંજોગ નથી એવા કે રડી શકુ
બસ કર ઓ જિંદગી બહુ જામ ના પીવડાવ
નિઃસહાય છુ સફર મા પડી કે આખડી શકુ
ભલે ને નામ મારુ એ હોઠ પર લાવે નહી
એવુ ય બને કે કદાચ મૌન મા મળી શકુ
અનહદ હવે આ થાક્યા નો એક છે ઈલાજ
શ્વાસ થંભે તો કબરમા આડો પડી શકુ
દેખાવની આળમા"ગોપાલ"ક્યા સુધી હસવુ
મળે જો ક્ષણ ખુશીની તો ચોધાર રડી શકુ
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment