ચાહી શક્યા છીએ
જીવતર અવસર જેવું લાગે છે.
પામી શક્યા છીએ
જીવતર છલોછલ જેવું લાગે છે.
બુંદ બુંદ વરસ્યા છીએ
જીવતર ઉગતી કૂંપણ જેવું લાગે છે.
ખાલીપો ખાળી શક્યા છીએ
જીવતર એક દીર્ઘ સંવાદ જેવું લાગે છે.
અધૂરપ કૈંક અંશે ઘટાળી શક્યા છીએ
જીવતર પરિપૂર્ણ ના સહી, તૃપ્તિના ઓડકાર જેવું લાગે છે.
ડગલે ડગલું ચાલી શક્યા છીએ
જીવતર મંજિલે પહોંચતા પથ જેવું લાગે છે.
તું છે ...હું છું....હરદમ હારે રહી શક્યા છીએ
"નીલ" પછી ફિકર શું??
આ જીવતર જરા! જાણીતું જાણીતું
ગમતું ગમતું ને ચોક્કસ જીવવા જેવું લાગે છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 18 April 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment