વિજળીના ચમકારે સૃષ્ટિ નિરખાય છે,
વર્ષાને વસંત તેમાં ભીંજાય છે,
પાણીના બુંદની કવિતા લખાય છે,
અક્ષરો અમાપ તેમાં તણાય છે,
ઋતરાણીથી અવની ઢંકાય છે,
શર્મિલા ફુલોની ગલિયો દેખાય છે,
હરિયાળી ક્રાંતિ તન બદનમાં થાય,
મોસમ રસિલી સજનીને ગમી જાય છે,
શમણાંની દુનિયામાં તુંજ નીરખાય,
"અઝીઝ"ની ગઝલ એટલે પોખાય છે.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment